ઉપભોક્તાવાદની સીમા

00:36

Image result for consumerism

Image result for consumerism

આજે જે પણ ગુનાઓ થાય છે તેમાં ઉપભોક્તાવાદની ખાસ્સી  અસરો છે. સતત નવાં ઉપકરણો, સુખ-સગવડોનાં સાધનોની માગ વધતી જાય છે. સંતોષનો ઓડકાર ભોજનમાં પણ નથી રહ્યો. સાદું ભોજન, સાદી રહેણીકરણી કે સાદું જીવન એ ઈતિહાસની વાતો બનીને રહી ગયાં છે. ઉપભોક્તાવાદ દેશનું અર્થતંત્ર સુધારી શકે પરંતુ, પર્યાવરણનું મોટું નુકસાન કરી શકે છે. માણસોમાં માણસાઈનું સ્થાન ઉપભોક્તાવાદને કારણે સ્વાર્થે લીધું છે ત્યારે આપણે વિચાર ફરી ફરીને કરવા જેવો છે કે ઉપભોક્તાવાદ સીમા ઓળંગીને જીવનની જીવંતતા નષ્ટ ન કરે. આનંદ અને સંતોષનો ભોગ ન લે.

એક જમાનો હતો કે આપણે ત્યાં બોલાતું કે પૈસો જ બધું નથી.પૈસો સુખ નથી ખરીદી શકતો. એ ઉક્તિ હવે કોઈ સાંભળવા કે સમજવા માગતું નથી.  પણ હવે નાના બાળકોને પણ પૈસાથી જ સુખ ખરીદાય છે એવું લાગે છે. શોપિંગ મોલ જ નહીં ઓનલાઈન ખરીદીનો વધતો ક્રેઝ દર્શાવે છે કે ઉપભોક્તાવાદ તેનો પંજો કસી રહ્યો છે માનવીયતા પર. એવો પણ સમય હતો કે સિમ્પલ લિવિંગ હાઈ થિન્કિંગ કહેવામાં ગર્વ અનુભવાતો પરંતુ, આજે લેટેસ્ટ ફોન, લેપટોપ, ટેબ કે પછી લેટેસ્ટ ફેશનનો ટ્રેન્ડ અનુસરવાની જાણે હોડ લાગેલી હોય છે.
ખરીદી કરવા માટે તહેવારોની નહીં પરંતુ, સેલની રાહ જોવાતી હોય છે. તેમાંય સેલ હોય એટલે જ‚રત હોય કે ન હોય ખરીદી કરવાની માનસિકતા ઘડાઈ ગઈ છે. તેને જ ઉપભોક્તાવાદ કહેવામાં આવે છે. પહેલાં વરસમાં એકાદ વાર જ કપડાંની ખરીદી થતી. આજે દર સિઝને ફેશન બદલાય છે. ઘરમાં એક  જ લેન્ડલાઈન હતો આજે લેન્ડલાઈન ઉપરાંત ઘરની દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે. પોતાનું લેપટોપ કે ટેબ હોય છે. દરેક ‚મમાં ટેલિવિઝન હોય છે. આજે આપણે ખરીદી જ‚રત માટે નહીં પરંતુ, આપણી જાતને ખુશ કરવા માટે કરીએ છીએ. ખરીદીની ખુશી લાંબું ટકતી નથી એટલે તરત જ બીજી ખરીદી કરવાની જ‚ર પડે છે.
આજે લોકો વધારે કલાક કામ કરે છે વધુ પૈસા કમાવવા માટે એટલે વીક એન્ડ કે રાત્રે થોડો જ સમય મળે છે મનોરંજન માટે. સમયનો અભાવ આપણને વધારે પૈસા ખર્ચવા માટે પ્રેરે છે. એટલે મનોરંજનના કહો કે સુખ સગવડોના નવા સાધનો વધી રહ્યા છે.  આપણે ત્યાં પહેલાં સવારથી બપોર સુધી કામ કરતાં બપોરે જમવા ઘરે જઈને વામકુક્ષિ  કરીને વળી પાછા કામ પર જતાં. હજી આજે પણ કેટલાક નાનાં શહેરોમાં આ પ્રથા જોવા મળે છે. પણ ઈન્ડસ્ટ્રીઅલાઈઝેશન સાથે શહેરીકરણ થયું.અને તેની સાથે વધ્યા ઉપકરણો અને ઉપભોગો. જે ઉપભોક્તાવાદના વિવાદ તરફ દોરી જાય છે. જ‚રિયાત વધતા ‚પિયા વધુ જોઈએ અને  ‚પિયા વધતા જ‚રિયાત વધે છે.
વોશિંગ્ટન ડીસીની એક રિસર્ચ સંસ્થાએ  ઉપભોક્તાવાદ પર સંશોધન કર્યું હતું તેના આંકડા આંચકા આપે એવા છે.  દુનિયામાં ૧.૭ અબજ લોકો ક્ધઝ્યુમર ક્લાસમાં છે. આ ક્ધઝયુમર ક્લાસ ગણવામાં જે બાબતોની ગણતરી કરવામાં આવી તે છે. હાઈલી પ્રોસેસ્ડ ફૂડ , મોટી ગાડીઓ, મોટાં  ઘરો, ખૂબ બધું દેવું, જેના વિના ચાલી શકે તેવી લકઝરી વસ્તુઓ, ઉપકરણોની આદતો.
આજે દુનિયાનો અડધો અડધ ક્ધઝયુમર ક્લાસ ડેવલપિંગ દેશોમાં વસી રહ્યો છે. ચીનમાં ૨૪ કરોડ અને ભારતમાં ૧૨ કરોડનો આંકડો છે. જેમાં દિન દુગનો રાત ચોગુનો વધારો નોંધાઈ રહ્યો છે.
વર્લ્ડવોચ સંસ્થાના પ્રમુખ ક્રિસ્ટોફર ફ્લેવિનનું કહેવું છે કે, ‘વધતો ઉપભોક્તાવાદ મૂળભૂત જ‚રિયાત પૂરી કરવામાં અને રોજગારની તક પૂરી પાડવામાં મદદ‚પ બન્યો છે, પણ સાથે જ જેમ આપણે નવી સદીમાં પ્રવેશ કરી રહ્યા છીએ તેમ સતત વધતો ઉપભોક્તાવાદ કુદરતી પ્રક્રિયાઓને ખોરવી રહ્યો છે. જેને કારણે દુનિયાના ગરીબો માટે જીવન જ‚રિયાતની વસ્તુઓ મેળવવી ઓર કઠિન બની રહી છે. ’
સતત વધતો પ્લાસ્ટિકનો કચરો અને ઉપભોક્તાવાદ પર્યાવરણને ખોરવી રહ્યો છે. આજે ગ્લોબલ વાર્મિંગના કારણોમાં ઉપભોક્તાવાદ છે તો ક્યાંક  અતિવૃષ્ટિ કે દુકાળના ઓળામાં પણ ઉપભોક્તાવાદના પરિણામો છે તે દુનિયાભરમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ, તે વિશે ગંભીરતાથી અમલ કરાતો નથી. નોર્થ વેસ્ટ યુનિવર્સિટીના  સાયકોલોજીસ્ટ ગેલેન, મોનિકા અને જેમ્સે કરેલા અભ્યાસ બાદ સાયકોલોજીકલ સાયન્સમાં લખેલા એક પેપરમાં લખ્યું છે કે ઉપભોક્તાવાદની માનસિકતા નકારાત્મક પરિણામો પેદા કરે છે. ફક્ત ઉપભોગ માટે સતત ખરીદી કરવા છતાં માણસને આનંદ નથી મળતો કે સુખ નથી લાગતું. ઊલટાનું ઉપભોક્તાવાદ માણસને હતાશા, ચિંતિત અસ્વસ્થતા અને એકલતા તરફ ધકેલે છે.ઉપભોક્તાવાદ વ્યક્તિને સમાજિકપ્રાણી નથી રહેવા દેતો.
ઈન્દ્રાણી મુખરજી જેવા કિસ્સાઓ ઉપભોક્તાવાદની પેદાશ જ છે. ઓછામાં ય આનંદ અને સંતોષ અનુભવવો હોય તો ઉપભોક્તાવાદની માનસિકતા બદલવી પડે. પણ ઉપભોક્તાવાદનો ધસમસતો પ્રવાહ દરેકને ઘસડીને પોતાની સાથે પતન તરફ દોરી જઈ રહ્યો છે.

You Might Also Like

0 comments