પસંદ અપની અપની...

02:26
‘ ગર્વ સાથે જાહેરમાં કહેવા માગું  છું  કે હું ગે છું. ’ જ્યારે વરસ પહેલાં એપ્પલ જેવી વિશ્ર્વ પ્રસિદ્ધ કંપનીના સીઈઓ ટીમ કુકે કહ્યું ત્યારે આખાય વિશ્ર્વમાં હલચલ મચી ગઈ. દેશ હોય કે વિદેશ હોય સમલૈંગિક સંબંધોનો સ્વીકાર કર્યા છતાં છડેચોક કહેવાનું કોઈ પુરુષ માટે સહેલું નથી જ. તેમાંય પ્રતિષ્ઠિત કંપનીઓ પોતાના ઉચ્ચ હોદ્દાધારીઓ પાસેથી ક્લીન ઈમેજની અપેક્ષા રાખે છે. કારણ કે ગુડવીલને અસર ન પહોંચવી જોઈએ. મોટી કંપનીઓ ઈમેજ ક્ધસલ્ટન્ટન્ટ પણ રાખતા હોય છે. તેવામાં જ્યારે સમલૈંગિક સંબંધોની વાત આવે ત્યારે લોકોના નાકના ટીચકાં ચઢી જતાં હોય છે.
ભારતમાં કરણ જોહરના ગે હોવા સંબંધે અટકળો થતી રહી છે. ફિલ્મી એવૉર્ડ સમારંભો હોય કે  ઝલક દિખલા જા જેવો રિયાલિટી શો હોય. જ્યાં કરણ જોહર હોય ત્યાં તેના સેક્સુઅલ પ્રેફરન્સિસ માટે મસ્તી મજાક થતી રહી છે. કરણ પોતે પણ એમાં સામેલ થતો હોય છે,પરંતુ કોઈ છેડેચોક જાહેર કરે કે પોતે સમલૈંગિક સંબંધો ધરાવે છે. કે બાયસેક્સુઅલ છે એવું કહે તો તેનો સહજતાથી સ્વીકાર નથી થતો. એટલે જ જાહેરમાં આવા સંબંધો વિશે સ્વીકાર કરવામાં આનાકાની થતી હોય છે. કરણ પણ સીધે સીધો તેનો સ્વીકાર નથી કરતો તો તેને નકારતો ય નથી. એટલી સહજતા જ ‚ર આવી છે કે હસવામાં ઊડાવી દે છે. જો કે ટીમ કુકે જયારે જાહેર કર્યુ ત્યારે અનેક ચર્ચાઓ અને અટકળો થઈ હતી. જેમ કે ગે સીઈઓ જાહેર થયાથી કંપનીના પ્રોડક્ટ વેચાણમાં ફરક પડશે? પ્રોડકટ લેતી સમયે ગે સીઈઓની વિશે  લોકો જો જૂનવાણી વિચારધારાથી વિચારે તો? અને સીઈઓએ પોતાની અંગત પસંદગી ના પસંદગી વિશે જાહેર કરવાની શું જ‚ર હતી? એની વે, ઊલ્ટાનું હવે લોકોએ ટીમ કુકની બહાદુરીને વધાવી હતી. કારણ કે અનેક કંપનીમાં એવા ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન લોકો સમલૈંગિક કે બાયસેક્સુઅલ હોવાની શક્યતા હોઈ શકે પરંતુ, ક્યારેય કોઈ પોતાની અતિ-અંગત બાબત વિશે જાહેરમાં કહેતું નથી. વ્યક્તિ વ્યવસાયિક રીતે ચોક્કસ હોય તે જ મહત્ત્વનું હોય છે, પરંતુ આજના યુગમાં પ્રસિદ્ધ કંપનીના ઉચ્ચ અધિકારીઓની અંગત જીવન જેવું કશું હોતું નથી. જેમ ગ્લેમરવર્લ્ડની સેલિબ્રિટીઓના જીવનની દરેક વાતમાં લોકોને રસ હોય છે તેમ હવે પ્રસિદ્ધ કંપનીના સીઈઓ જેવા અધિકારીઓના જીવન પ્રેરણાદાયી હોઈ શકે છે.
એમિલ ગ્રિફિથ નામનો અમેરિકન બોક્સરે પચાસ વરસ પહેલાં ૧૯૬૨માં રિંગમાં બોક્સર બેની પરેટને એટલો માર્યો કે તે બેભાન થઈ ગયો અને દશ દિવસ બાદ મૃત્યુ પામ્યો. એમિલ બાયસેક્સુઅલ હતો પરંતુ, તેને સમલૈંગિક શબ્દ સામે વાંધો હતો. તેણે સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડમાં કહ્યું હતું કે હું ગમે તેની સાથે નૃત્ય કરું. મેં પુરુષ હોય કે સ્ત્રી બન્નેનો પીછો કર્યો છે. મને સ્ત્રી અને પુરુષ બન્ને ગમે છે. પણ રિંગમાં બેનીએ તેને સમલૈંગિક હોવા અંગે ટિપ્પણી કરી તો ઉશ્કેરાઈ જઈને એમિલે બેનીને લગભગ મારી જ નાખ્યો હતો. આજે ભલે વિકસિત દેશોમાં સમલૈંગિક લગ્નો, સંબંધો સ્વીકારાતા હોવા છતાં પુરુષ બાયસેક્સુઅલ હોય તે મનાતું નથી.
મોટાભાગના બાયસેક્સુઅલ પુરુષો પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડને ક્યારેય જાણ નથી થવા દેતાં કે તેમને પુરુષોમાં પણ રસ છે. કારણ કે મોટાભાગની  સ્ત્રીઓ  પોતાના પુરુષના સમલૈંગિક સંબંધો સ્વીકારી શકતી નથી. જો કે એવા પણ પુરુષો હોઈ શકે જે ક્યારેક જ સમલૈંગિક સંબંધો બાંધે છે બાકી મોટેભાગે તેઓ હેટ્રોસેક્સુઅલ હોય છે. આવા પુરુષો પોતે પણ સ્વીકારવા તૈયાર નથી હોતા કે તેમને સમલૈંગિક સંબંધોમાં રસ પડે છે. આ ફક્ત ફેઝ છે એવું માનનારો વર્ગ પણ છે. પુરુષ પણ સમાજનો અંશ હોવાથી તેઓ પોતે પણ પોતાનું ગે હોવું સ્વીકારતા નથી. તેઓ સૌ પ્રથમ પોતાની જાત સાથે જ લડતા હોય છે. અને સમાજમાં પોતાની બદનામીથી કે મજાકથી બચવા માટે પોતાની પસંદગીને નજરઅંદાજ કરે છે. જો કે તેને કારણે અનેક માનસિક સમસ્યાઓનો પણ તેમણે સામનો કરવો પડે છે. પોતાની પસંદગીને પણ ન સ્વીકારી શકતો પુરુષ પોતાની પસંદગીને સમસ્યા તરીકે જ જુએ છે.

સફળ વ્યક્તિઓના જીવનના દરેક પાસાંઓ વિશે જાણવાની ઉત્કંઠા  લોકોને હોય છે. ટીમ કુકે પહેલીવાર પોતાના ગે હોવા અંગે ગૌરવભેર જાહેરાત કરી હતી. અત્યાર સુધી અમેરિકામાં કે બ્રિટનમાં પણ સમલૈંગિક લોકો પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું. એટલે જ હજી સુધી અનેક લોકો પોતાની સેક્સુઆલિટી વિશે ચૂપ રહેવાનું જ મુનાસિબ સમજે છે. આપણે ત્યાં અનેક પુરુષો સમલૈંગિક કે બાયસેક્સુઅલ હોવા છતાં કોઈને જ કહી નથી શકતા. તેમાં ય પરિવારજનોના આગ્રહથી સ્ત્રી સાથે લગ્ન કરીને બે જીંદગીઓ બગાડતા હોય છે.
કેટલીય સ્ત્રીઓને લગ્નના થોડા જ દિવસોમાં પોતાના પતિના સમલૈંગિક પસંદગી વિશે જાણ થાય છે ત્યારે તેઓ પણ પહેલાં તો તેને સ્વીકારવાનો ઈનકાર કરી દેતી હોય છે. તેમના માથે આભ તૂટી પડે છે. છેતરાયાનો ભાવ અનુભવાય છે પરંતુ, સામે પક્ષે તેનો પતિ પણ તો સમાજની અસ્વીકારની ભાવનાથી પીડિત હોય છે. સમાજની માનસિકતાને લીધે અનેક પ્રશ્ર્નો ઊભા થાય છે. તો વળી કેટલાક સમાધાન સાધી લેવાના પ્રયત્નો કરતાં હોય છે. પણ સમયાંતરે તેઓ પોતાને બાયસેક્સુઅલ હોવાનું મહેસૂસ કરે છે. બાયસેક્સુઅલ એટલે જેને સ્ત્રી અને પુરુષ બન્નેમાં રસ હોય.
જો કે મોટાભાગના લોકો આને માન્યતા ગણે છે. સત્ય તરીકે તેનો સ્વીકાર હજી આજે પણ નથી કરી શકતા. આ અંગે આર્કાઈવલ ઓફ સેક્સુઅલ બિહેવિયરમાં સંશોધન નોંંધાયા છે. જે સૂચવે છે કે એવા પુરુષો હોય છે કે જેમને બન્ને જાતિમાં રસ પડતો હોય. આપણે ત્યાં સેક્સુઆલિટી અંગે ગોપનીયતા અને અસહજતા હોવાને કારણે સ્વીકાર થતો નથી. એને કારણે સમાજમાં અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. જો કે હવે ઈન્ટરનેટ દ્વારા આવી સમસ્યા ધરાવતાં લોકો એકબીજા સાથે સંપર્ક કરીને તેનો નિવેડો લાવવાના પ્રયત્ન કરતાં હોય છે.
વિદેશમાં તો અનેક સેલિબ્રિટીઓએ સમલૈંગિક લગ્નો પણ કર્યા છે. આપણે ત્યાં રોહિત બાલ ફેશન ડિઝાઈનર પોતાના બોય ફ્રેન્ડ  મોડેલ લલિત તહેલાન સાથે લીવ ઈન રહેતો હતો, પણ લલિત તહેલાનને મનિઝ કરીમી નામની યુવતી સાથે પ્રેમ થતાં એણે રોહિત બાલ સાથે સંબંધો કાપી નાખ્યા હતા. જો કે ઘણાં પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનરો સમલૈંગિક હોવાનું કબૂલે છે. સૌથી ધનવાન અને પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર જ્યોર્જિયો અરમાની, પ્રખ્યાત પોપ સ્ટાર રિકી માર્ટિન, ભારતીય ફિલ્મમેકર ઓનીર, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર મનીષ અરોરા પણ સમલૈંગિક છે. પહેલીવાર દોસ્તાનામાં અભિષેક-જ્હોન અબ્રાહમે ફેક ગે કપલનું પાત્ર કર્યું હતું.  ગ્લેમરની દુનિયામાં અને ફિલ્મોમાં આવા સંબંધોનો સ્વીકાર થઈ રહ્યો છે. જો કે આવી ફિલ્મોના દર્શકો શહેરોમાં અને તે પણ શિક્ષિત યુવાવર્ગ જ છે.
હજી ય મોટાભાગનો સમાજ સમલૈગિંકતાનો સ્વીકાર કરી શકતો નથી. આપણી રાજકીય પાર્ટીઓની વિચારધારા પણ સમલૈંગિકતાનો સ્વીકાર નથી કરતી. આપણે ત્યાં લગભગ ૩૦ લાખ સમલૈંગિક વ્યક્તિઓ હોવાનું કહેવાય છે. હજી આપણે ત્યાં સમલૈંગિક સંબંધોને કાયદેસરની મંજૂરી મળી નથી. તેનું કારણ પણ સંકુચિત વિચારધારા જ છે. અને એને લીધે અનેક પુરુષોના અને સાથે સ્ત્રીઓના પણ જીવન રોળાઈ રહ્યાં છે.
 
--જે વ્યક્તિ પાગલપણાની હદે માને છે કે તેઓ  દુનિયા બદલી શકે છેએ જ દુનિયા બદલે છે. -ટીમ કુક

You Might Also Like

1 comments

  1. One of my favorite pop-singer George Michael is gay. Gender never ever should disturb your personality. The natural is nearer to God. Good article throwing light on current scene of our country in context with sexuality.

    ReplyDelete