વાત જખ્મી સૌંદર્યની....10-9-15

00:21




પંદરેક દિવસ પહેલાં ઈંગ્લેડની ફોટોગ્રાફર હેલેન એલરે પાડેલ  માતા અને ત્રણ દિવસના બાળકનો ફોટો ફેસબુક પર મૂક્યો અને તેને અધધધ ૭૦  લાખ લાઈક મળી અને હજારો લોકોએ તેને શેઅર કર્યો. માતાના પેટ પર પડેલો સિઝેરિયનનો કાપો દેખાય છે અને તેની નીચે ત્રણ દિવસનું બાળક સરસ રીતે શાંતિથી સૂતું છે. માતા અને બાળક બન્ને નગ્ન છે. ફોટોગ્રાફ જરાપણ  વલ્ગર  નથી . તે છતાં કેટલાય લોકોએ હેલેનને હેટ મેસેજીસ મોકલ્યા અને કેટલાકે તેને વાંધાજનક હોવાનો ફેસબુકને રિપોર્ટ પણ કર્યો. પણ ફેસબુકેને તેમાં કોઈ ખરાબી ન જણાતા રહેવા દીધો.
 હેલેન નવજાત શિશુ અને માતાના ફોટા પાડવામાં એક્સપર્ટ છે. આ માતાને પહેલી પ્રસુતિ નોર્મલ થઈ હતી એટલે બીજા બાળક વખતે પણતે નોર્મલ પ્રસુતિ થાય એમ ઈચ્છી રહી હતી. પણ છેલ્લી ઘડીએ તેનો અને બાળકનો જીવ બચાવવા માટે સિઝેરીઅન કરવું પડ્યું અને પેઢુ પર મોટો કાપ આવ્યો. પ્રસુતિના ત્રણ દિવસ બાદ તેણે હેલેનને ફોન કરીને કાપની સાથે બાળકનો ફોટો પાડવા બોલાવી. હેલેને વચ્ચે કપડું મૂકવાની પણ વાત કરી પણ છેવટે ન્યુડ ફોટો લેવામાં આવ્યો. હેલેન જ્યારે પણ તેનું કામ ફેસબુક પર મૂકે ત્યારે એને વધુમાં વધુ ૧૦૦  લાઈક મળે પરંતુ, આ વખતે લાખો લોકોએ તેને લાઈક કરતાં ફોટો વાઈરલ થઈ ગયો.
કેટલીય સિઝેરિયનમાંથી પસાર થઈ ચુકેલી સ્ત્રીઓએ તેને મેઈલ કરી લખ્યું કે આ ફોટો જોયો એ પહેલાં અમને સિઝેરિયનના સ્કારનું દુખ થતું હતું. અમારું શરીર ગમતું નહોતું પણ હવે અફસોસ નથી થતો.

નારી દેહની વાત આવે એટલે સુડોળ, ર્સૌંદર્યમય દેહ દર્શાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. એ અપેક્ષાને લીધે સ્ત્રીઓ પણ પોતાના દેહને અપ ટુ ડેટ રાખવાના પ્રયત્નો કરે છે. પણ તે ખરેખર બનતું નથી. જીવનકાળ દરમિયાન એવા કેટલાય બનાવો બનતા હોય છે જે તન પર કે મન પર ઘાવ કરી જાય છે. અહીં આપણે તનના ઘાની જ વાત કરવાના છીએ.  કેટલાક તનના ઘા સ્ત્રીઓને સતત અખરતા હોય છે. કારણ કે સ્ત્રી હોવા સાથે શરીરના દેખાવને માનસિકતામાંથી  નાબૂદ નથી કરી શકાતો.
સ્તન કેન્સરને કારણે જ્યારે એકાદ સ્તન કઢાવી નાખવું પડે છે ત્યારે દેહનું  સૌંદર્ય હણાઈ જવાની ભય પેદા થાય છે. સ્ત્રીઓ જાતને આયનામાં જોવાનું ટાળે છે. પણ ઈંગ્લેડમાં એક નવો ટ્રેન્ડ શ‚ થયો છે. સ્ત્રીઓ સ્તન પર ટેટુ કરાવે છે. કલાત્મક ટેટુ દેહને નવું સ્વ‚પ આપે છે. એડિનબર્ગમાં રહેતી ૭૩ વરસીય લિઝ હોવલીને મેસ્કેટોમી કરાવ્યા બાદ પોતાનું શરીર આયનામાં જોવું તો ગમતું જ નહોતું પરંતુ, તેનો પતિ પણ તે જુએ તો નહોતું ગમતું. તેણે જ્યારે ટેટુ વિશે સાંભળ્યાં બાદ ડોકટરને પૂછ્યું તેમણે કહ્યું કે ચોક્કસ જ સ્તન પર ટેટુ કરાવી શકાય. અને તેણે એક લેડી ટેટુ ડિઝાઈનર પાસે ફુલો ચિતરાવ્યા. ટેટુ કરાવ્યા બાદ લિઝનો ખોવાયેલો આત્મવિશ્ર્વાસ પાછો આવ્યો. એણે તો પછી બીજા પણ ટેટુ દોરાવ્યા. લિઝ કહે છે ટેટુ બાદ મને મારા દેહનો એ ભાગ પહેલાં કરતાં પણ વધુ ગમવા લાગ્યો છે.



 ગર્ભવતી મહિલાઓ પોતાના શરીરના બેડોળપણાને પહેલાં છુપાવવાનો પ્રયત્ન કરતી પણ હવે તો સેલિબ્રિટિ માતાઓ પોતાના ફુલેલા પેટના ફોટા પડાવીને શરીર સાથે સહજતા સ્થાપિત કરી રહી છે.
સ્ત્રી પોતાના નગ્ન શરીરને કલાત્મક રીતે દર્શાવે ત્યારે પણ અનેકવાર ઊહાપોહ થાય છે. તેને પોર્નોગ્રાફીમાં પણ ખપાવી દેવામાં આવે છે.  ૨૦૧૨ની સાલમાં ગ્લેમર મોડેલ અને ભૂતપૂર્વ મિસ વેલ્સ સોફિયા કાહિલે ફેશન ડિઝાઈનર મિલનિર રોબીન કોલના હેટ કલેકશન ફેશન શોમાં ગર્ભવતી હોવા છતાં ફક્ત હેટ પહેરીને કેટવૉક કર્યું હતું. મિલિનિર રોબીન નવી ફેશન ડિઝાઈનર હોવાથી તે લોકોનું પોતાના પ્રત્યે ધ્યાન દોરવા માગતી હતી. એટલે તેણે ફક્ત હેટ પહેરીને જ મોડેલને વોક કરાવ્યું હતું. ખેર રોબીનને પ્રસિદ્ધિ મળી સાથે ઊહાપોહ પણ ઘણો થયો. જો કે નગ્નતા ધ્વારા સત્યને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સત્ય હંમેશા નગ્ન જ હોય એવું કદાચ એનાથી સાબિત પણ થાય છે. અને નગ્નતા ધ્વારા રજુ  કરાતું સત્ય તરત જ લોકો સુધી પહોંચે પણ છે. એના ઇતિહાસ સાક્ષી છે.
પીટા નામની સંસ્થા જે પ્રાણીઓ પર થતી હિંસા અટકાવવાનું કામ કરે છે. તેમણે  પ્રખ્યાત મોડેલ નેઓમી કેમ્પબેલ અને ક્રસ્ટી ટર્લિગ્ટને નગ્ન દર્શાવી મેસેજ મૂક્યો હતો કે પ્રાણીઓને મારીને તેનું  ચામડું  કે ફર વાપરવા કરતાં નગ્ન રહેવું સારું. તેમના એ કેમ્પેઈનને સારો પ્રતિસાદ મળ્યો હતો.
સ્ત્રીના શરીરને સેક્સુઅલ સંદર્ભે જ જોવામાં આવે તેનો વિરોધ જાગૃત મહિલાઓ કરતી રહી છે. પછી તે અમેરિકા હોય કે ઈરાન, ઈજીપ્ત. થોડા વરસો પહેલાં ઈરાનીઅન અભિનેત્રી ગોલશિટે ફરહાનીએ એક મેગેઝિનમાં નગ્ન પોઝ આપ્યો તેનો વિરોધ થતાં યુરોપમાં વસતી અનેક ઈરાનીઅન મહિલાઓએ ન્યુડ ફોટો રિવોલ્યુશનરી કેલેન્ડરની જાહેરાત કરી. તેને માટે અનેક મહિલાઓએ નગ્ન ફોટા આપ્યા. સાથે તેમણે લખ્યું કે અમારા  અવાજને કે સ્વતંત્રતાને કચડો નહીં, વિચારોને કચડી નહીં શકો. મારાં વિચારો, મારું શરીર, મારી પસંદગી. ઈરાકના યુદ્ધના વિરોધમાં પણ અનેક સ્ત્રીઓએ નગ્ન થઈને વિરોધ કર્યો હતો. બે્રસ્ટ નોટ બોમ્બ તેમનો નારો હતો.
પબ્લિસિટી સ્ટંટ માટે કે પુરુષોને લલચાવવા માટે કપડાં ઊતારતી સ્ત્રીઓની અહીં વાત નથી. પણ નારી દેહને આદરભાવ આપવાની મોહિમ છે.

You Might Also Like

1 comments

  1. LIKE YOUR VIEWS ON ARTICLE BY TITLE NAME "VAT JAKHMI SAUNDRAYA NI"...I THINK IN OUR OLD HISTORICAL HERITAGE THE CAVES OF AJANTA AND ELLORA...THE OTHER SCULPTURE AT GOPUR (THE GARBHGRUHA AND MANDAP..THE RASLILA OF KRISHNA..ALL THESE ARE HIGHLY APPRECIATED...EVEN IN LITERATURE SHRINGAR SHATAK BY BHARTUHARI OR BY GREAT POET KALIDAS ..VULGARITY STAYS IN EYES...YOU CAN SAY IN "BHAV"

    ReplyDelete