બસ બહુ થયું ...2-12-14

09:22

આજે પણ માતાપિતા દીકરીને પોતાના ઘરની આબરુ માનીને તેને મોતને ઘાટ ઊતારી શકે છે. દિકરો બીજી છોકરી પર એસિડ ફેંકી આવે કે બળાત્કાર કરી આવે તો તેને માતાપિતા પરણાવી શકે છે. તેની અપરાધિક ગણી શકાય તેવી ભૂલોને માફ કરી શકે છે પણ જો દીકરી પોતાની મરજીથી કોઇ છોકરા સાથે મૈત્રી કરે કે પરણે તો તે સાખી નથી લેવામાં આવતું. દિલ્હીમાં પરજ્ઞાતિમાં પ્રેમલગ્ન કરનાર દીકરીને ઠંડા કલેજે ગળું ઘોટીને હત્યા કરનાર માતાપિતા છે તો મુંબઈમાં પોષ્ટ ગ્રેજ્યુએટ છોકરી પોતાના પુરુષ મિત્રને મળવા જતી વખતે સાચું બોલીને જઈ શકતી નથી. વિમેન એમ્પારવમેન્ટની વાતો થાય છે પણ પોતાની મરજીથી જીવવાનો અધિકાર કે સેક્સુઅલ એબ્યુઝથી બચવાનો અધિકાર હજી પણ આજની નારીને  નથી અપાતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઘ્વારા કરવામાં આવેલા સંશોધન પ્રમાણે દુનિયામાં દર ત્રણ સ્ત્રીએ એક સ્ત્રી પર બળાત્કાર કે કોઇરીતની જાતિય સતામણી થાય છે અથવા પોતાની જ વ્યક્તિઓ ધ્વારા સતામણી કે હિંસા તેના પર આચરવામાં આવે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે જ મુંબઇમાં એક મહિલા પર ગેન્ગરેપ થયાના સમાચાર જાણવા મળ્યા હતા. સામાજીક, ત્રાસવાદી કે કોઇપણ પ્રકારના હુલ્લડો,આંદોલનો કે યુધ્ધોમાં આજે પણ સ્ત્રીઓ પર બળાત્કારો થતા રહે છે. આફ્રિકાના કોન્ગોમાં થયેલ સમાજીક ચળવળ દરમિયાન 1000 સ્ત્રીઓ પર બળાત્કાર થયા હતા, બોસ્નિયાના યુધ્ધ દરમિયાન 20થી પ0 હજાર સ્ત્રીઓ પર બળાત્કાર થયા હતા તો રુવાન્ડામાં આંતરિક રિબેલ વખતે પણ હજારો સ્ત્રીઓની જાતિય સતામણી કરવામાં આવી હતી.
આંકડાઓ જોઇએ તો હચમચી જવાય છે પરંતુ, સ્ત્રીઓ પર આચરાતી  શારિરીક માનસિક હિંસા બાબતે લોકોની માનસિકતા બદલાઈ નથી. બસ હવે બહુ થયું એ માનસિકતા સાથે જો બદલાવ માટેના પ્રયત્નો નહી થાય તો ક્યારેય પરિસ્થિતિ બદલાશે કે નહી તે શંકા થાય છે. જો આજે પણ માતાપિતા ઓનર કિલિંગ કરી શકતા હોય તો એનો અર્થ એ જ કે સમાજ બદલાતો નથી. એવા કેટલાય કિસ્સાઓ હશે કે તેને બહાર આવવા નહી દીધા હોય. છોકરીઓ પોતાના માતાપિતા પાસે પોતાના અધિકારથી જીવવાની વાત પણ ઉચ્ચારી નહી શકતી હોય. પુખ્ત વયની સ્ત્રીએ કોની સાથે મિત્રતા રાખવી કે ન રાખવી તેને માટે માતાપિતાની પરવાનગી લેવી પડે તે માનસિકતા માટે સમાજે, સરકારે શરમ અનુભવવી જોઇએ. સરકાર, સમાજ અને વ્યક્તિગત રીતે સ્ત્રીઓ પર થતી હિંસા કે જાતિય સતામણીનો વિરોધ થવો જોઇએ. ફક્ત સરકાર કાયદાઓ બનાવ્યા કરે તેનાથી કોઇ ફરક નહીં પડે જો સમાજ અને વ્યક્તિઓ તેમાં સક્રિય રીતે શામેલ ન થાય. સ્ત્રીની વર્જિનિટી માટેની ખોટી માન્યતાઓને દૂર કરવી પડશે. વર્જિનિટી એટલે કે કુંવારા હોવાની સાથે સ્ત્રીના સારા કે નરસા હોવાના ખ્યાલોને પોષવા ન જોઇએ. બળાત્કારી જો ખરાબ ન થઈ જતો હોય તો બળાત્કાર જેના પર થાય તે સ્ત્રી પોતાને ખરાબ કે નકામી ગણવાની માનસિકતા બંધાય છે. તેનું કારણ છે કે સમાજ તેને ખરાબ ગણે છે. લગ્ન પહેલાં કે પછી સ્ત્રીનું શરીર પોતાનું છે. સેક્સ કરવાથી કે બળાત્કાર બાદ તે ગંદુ કે ખરાબ થાય છે એવી માન્યતા કે સ્ત્રીને તે માટે અપરાધી ઠેરવવાની માનસિકતા બદલાશે નહી ત્યાં સુધી આવા અત્યાચારો થતાં રહેશે. સ્ત્રી પોતે પણ અપરાધ ભાવ અનુભવે તે તો ખોટું છે જ પણ બીજી સ્ત્રીઓ પણ તે સ્ત્રીને ખરાબ કે ખોટી ગણી પોતાનું જ નુકશાન કરતી હોય છે.
મુંબઈમાં ગયા મહિને એક પોષ્ટ ગ્રેજ્યુએટ છોકરી ઘરમાં કોઇને કહ્યા વિના પોતાના મિત્રને  મળવા ગઇ અને ઘરે પહોંચી તો બે કલાકનો હિસાબ ન આપી શકતા તેણે પોતાનું અપહરણ કરવામાં આવ્યું હતુ તેવી વાત બનાવી કાઢી. માતાપિતાએ પોલીસમાં ફરિયાદ કરી ને તેનું જૂઠ પકડાયું. ત્યારબાદ તે છોકરીને ફરી આવું ન કરવાની વોર્નિગ આપીને જવા દેવામાં આવી તેવા સમાચાર છપાયા હતા. માતાપિતાએ આટલી સખ્તી નહી રાખવી જોઇએ તેવી વોર્નિંગ આપવામાં આવી કે નહી તે વિશે અખબારમાં એક પણ નિવેદન નહી. આ રીતના સમાચારો પણ સમાજની માનસિકતાને પોષે છે.
પોલીસ, સરકાર, અખબારો વગેરે પણ વ્યક્તિઓ ધ્વારા જ બન્યા હોય છે. સ્ત્રીને મિલકત તરીકે જોવાની પ્રથા આજે પણ છે જ એટલે જ ઓનર કિલિંગ કે બળાત્કાર જેવા કિસ્સા બનતા રહે છે. અપરાધીઓને સજા થાય કે નહી

You Might Also Like

0 comments